MORBI:મોરબીના પંચાસર રોડ પર મકાનમાં પોલીસ રેઇડ: પાસ-પરમિટ વગરનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીના પંચાસર રોડ પર મકાનમાં પોલીસ રેઇડ: પાસ-પરમિટ વગરનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના પંચાસર રોડ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પંચાસર રોડ પર આવેલા રાજનગર હનુમાન મંદિર પાછળ, બાલાજી સિલેક્શનવાળી શેરીમાં રહેતા અશ્વિનભાઈ રમણિકભાઈ ગાંભવા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરી રહ્યા છે.

આ બાતમીના આધારે પોલીસે સદરહુ મકાનમાં અચાનક દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન મકાનના એક રૂમમાં પલંગ નીચે રાખેલા કાળા કલરના થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે કુલ ૦૩ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કુલ કિંમત રૂ. ૪,૦૨૨ આંકવામાં આવી છે.

રેઇડ દરમિયાન આરોપી અશ્વિનભાઈ રમણિકભાઈ ગાંભવા સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે આગળની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો