0%

MORBI:ઘરેથી નીકળી ગયેલ મહિલાને નવ વર્ષના પુત્ર સાથે પરિવારને સહી સલામત સોંપતી 181 અભયમ ટીમ મોરબી

MORBI:ઘરેથી નીકળી ગયેલ મહિલાને નવ વર્ષના પુત્ર સાથે પરિવારને સહી સલામત સોંપતી 181 અભયમ ટીમ મોરબી

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક થર્ડ પાર્ટી દ્વારા ફોન કરી જાણ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા પોતાના નાના પુત્ર સાથે રાત્રિના સમયે આમતેમ ફરતી જોવા મળે છે અને તેમને મદદની જરૂરિયાત છે.

માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન તથા પાયલોટ જીડ વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ

સૌપ્રથમ થર્ડ પાર્ટીનું કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવેલ કે રાત્રિનો સમય હોય અને આ મહિલા ઘણા સમયથી પોતાના દીકરા સાથે આસપાસ આમતેમ આંટા મારતા હોય. જેથી મહિલાની મદદ માટે 181 અભયમ ટીમને જાણ કરવામાં આવેલ.

ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સુરક્ષિત જગ્યાએ બેસાડવામાં આવેલ અને તેમની સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી તેઓ ક્યાંનાં છે, ક્યાંથી આવ્યા છે તથા તેમના રહેઠાણ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવેલ. ઘણા પ્રયત્નો બાદ મહિલાના પતિનો સંપર્ક થતા

ફોન દ્વારા મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવેલ કે તેઓ ભાવનગરના રહેવાસી છે અને તેમના પત્ની કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હતા. મહિલાનો ફોન પણ બંધ આવતો હોવાથી પરિવારજનો ચિંતિત હતા. વધુમાં તેમના પતિએ જણાવેલ કે તેમના પત્ની માનસિક રીતે અસ્વસ્થ હોય અને તેમની દવા પણ ચાલુ છે. ઘણા સમયથી તેમની તબિયત સારી હતી. મહિલાને નવ વર્ષનો એક પુત્ર છે, જે બોલી શકતો નથી અને મહિલાએ પુત્રને પણ પોતાની સાથે લઈ લીધેલ હતો.

181 અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ તથા મહિલાની માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની યોગ્ય સારવાર ચાલુ રાખવા, સમયસર દવા આપવા અને તેમની ખાસ કાળજી રાખવા સમજાવવામાં આવેલ.

દરમિયાન મહિલાના પતિએ જણાવેલ કે તેમના નજીકના સગાં-સંબંધીઓ ઘટના સ્થળની નજીક રહેતા હોય, જેથી તેઓ મહિલાને લેવા માટે આવી રહ્યા છે. ત્યારબાદ મહિલાના સગાં-સંબંધીઓ ઘટના સ્થળે આવી પહોંચતા 181 અભયમ ટીમ દ્વારા મહિલાને તેમના નવ વર્ષના પુત્ર સાથે સહી સલામત તેમને સોંપવામાં આવેલ.

આમ, 181 અભયમ ટીમ દ્વારા સમયસર સ્થળ પર પહોંચી સંવેદનશીલતા અને સમજદારીપૂર્વક કામગીરી કરી અજાણી મહિલા તથા તેમના પુત્રને પરિવાર સાથે મિલન કરાવવામાં આવતા મહિલાના પરિવારજનો દ્વારા 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો