0%

MORBI;મોરબી મહેન્દ્રનગર રોડ પર સિરામિકની ઓફિસમા વિદેશી દારૂ બોટલો‌ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ કડક બનાવવાની દિશામાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. મોરબી-હળવદ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં ચાલતી સિરામિકની ઓફિસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે સ્થળ પરથી સૂટકેસમાં છુપાવેલો રૂ. 30 હજારથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ મહેન્દ્રનગર ચોકડી પાસે પેટ્રોલીંગ અને હાજર હતી, તે દરમિયાન તેમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, વાવડી રોડ પર રહેતો ભાવિનભાઈ કાનજીભાઈ મકવાણા (ઉં.વ. ૨૬) નામનો શખ્સ મહેન્દ્રનગર હળવદ રોડ પર ઈન્ડિયન ઓઈલ પંપ સામે આવેલા ‘ઈન્દ્ર પ્લાઝા’ ખાતે પોતાની ઓફિસમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઈન્દ્ર પ્લાઝાના બીજા માળે આવેલી દુકાન નંબર ૨૧૦ (જેની બહાર ‘મિશ્રા સિરામિક’ લખેલું હતું) ત્યાં દરોડો પાડ્યો હતો.

સૂટકેસમાંથી મળી આવી વિદેશી દારૂની બોટલો પોલીસે દુકાનની અંદર પ્રવેશ કરીને સઘન તપાસ કરતા ઓફિસના અંદરના રૂમમાંથી એક સફેદ રંગની સૂટકેસ મળી આવી હતી. પોલીસે આ સૂટકેસ ખોલીને તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો:બ્લેન્ડર પ્રાઈડ: ૧૯ બોટલ જેમસન (Jameson): ૨ બોટલ

બ્લેક એન્ડ વાઈટ: ૩ બોટલ કુલ જથ્થો: ૨૪ નંગ વિદેશી દારૂની બોટલો કુલ રૂ. 30,614 નો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો સહિત કુલ રૂ. ૩૦,૬૧૪ ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પકડાયેલ આરોપી ભાવિનભાઈ કાનજીભાઈ મકવાણા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) તથા ૧૧૬-બી મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં સિરામિક ઓફિસની આડમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની લાલ આંખથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો