MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના ચાર્ટર્ડ સભ્યો તથા વર્ષ ૨૦૨૫/૨૬ આપીના સેવાભાવી સક્રિય સભ્યોનુ શિલ્ડ આપી સન્માન
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પાંચ ચાર્ટર્ડ સભ્યો તથા વર્ષ ૨૦૨૫/૨૬ વર્ષ ના પ્રમુખ સેક્રેટરી તથા ખજાનચી નું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સિનિયર લાયન સભ્યો અને પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા ના હસ્તે શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા
ત્યારબાદ ૧૮ એવા લાયન સભ્યો કે જેઓએ ૨૦૨૫/૨૬ વર્ષના ગાળામાં દરેક સેવાકીય પ્રોજેક્ટમાં તન મન અને ધનથી હાજરી આપી હોય તેમને એ વર્ષના પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા ના સૌજન્યથી તેમના જ હસ્તે શિલ્ડ આપીને સન્માનવામાં આવ્યા હતા આ
ઉપરાંત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના કાયમી પ્રોજેક્ટો નિ: શુલ્ક ડાયાબિટીસ અને બી પી માપનમા નિસ્વાર્થ ભાવે સેવા આપનારા સેવાભાવી પાંચ ડોક્ટરોનુ પણ હરખજીભાઈ ટી સુવારિયા ના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યા તથા કાયમી સિવણ કેન્દ્રના સિલાઈમશીનના દાતા અને સામાજિક સેવાભાવી સંસ્થા ના ચાર સેવકોનુ પણ પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા ના હસ્તે શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યુ
૨૦૨૫/૨૬ વર્ષમા પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા ના સૌજન્યથી આશરે ૧૦૦ જેટલા સિમેન્ટના આરામદાયક બાકડા ૬૦ જેટલા લોખંડના ટ્રી ગાર્ડ બે સિલાઈ મશીન તેમજ ટ્રાયસિકલ

ક્ષયના દર્દીઓ માટે પ્રોટીનયુક્ત કીટ તથા નવરાત્રી મહોત્સવમા ગરબે ઘુમતી આશરે ૧૦૦૦ બાળાઓને લાણી આપવામાં આવી ઉપરાંત અનેક પ્રકલ્પોમા દાન આપીને એ વર્ષના દિલેરદાતા ભામાશા જેવુ ઉદાર દીલ રાખી ઉમદા કાર્ય કર્યું છે જે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી માટે ગૌરવની વાત છે એવુ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયા ની યાદી મા જણાવવામાં આવે છે





