ગોવિંદપુરા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં રાષ્ટ્રીય સ્તરનું મૂલ્યાંકન આરોગ્યની 12 સેવાઓની ગુણવત્તા ચકાસાઈ : રેકર્ડ-રજિસ્ટરની તપાસ સાથે આરોગ્ય કર્મચારીઓ પાસેથી માહિતી મેળવાઈ

ગોવિંદપુરા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં રાષ્ટ્રીય સ્તરનું મૂલ્યાંકન આરોગ્યની 12 સેવાઓની ગુણવત્તા ચકાસાઈ : રેકર્ડ-રજિસ્ટરની તપાસ સાથે આરોગ્ય કર્મચારીઓ પાસેથી માહિતી મેળવાઈ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વજાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ કાર્યરત આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગોવિંદપુરા ખાતે રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો અંતર્ગત રાષ્ટ્રીય સ્તરનું વર્ચ્યુઅલ મૂલ્યાંકન યોજાયું હતું. આ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓની ગુણવત્તા, કામગીરી અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ તથા ગુણવત્તા તબીબી અધિકારી ડો. હાર્દિક અમીનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મૂલ્યાંકનમાં રાષ્ટ્રીય સ્તરના મૂલ્યાંકનકાર ડો. હરવિંદર કૌર અને ડો. રાજેશ ત્રિપાઠીએ ભાગ લીધો હતો.મૂલ્યાંકન દરમિયાન સગર્ભા માતાઓની સંભાળ, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદની સેવાઓ, નવજાત શિશુ તથા એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની સંભાળ, રસીકરણ, બાળ આરોગ્ય અને કિશોર-કિશોરીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કુટુંબ કલ્યાણ, સામાન્ય બીમારીઓની સારવાર, રોગચાળા દરમિયાન આપવામાં આવતી આરોગ્ય સેવાઓ તથા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણની પણ ચકાસણી કરવામાં આવી હતી.
ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને કેન્સર જેવા બિનચેપી રોગોની પ્રાથમિક તપાસ, નિદાન અને સારવાર ઉપરાંત આંખ, નાક, કાન તથા ગળાના રોગો, દાંતની સારવાર, માનસિક આરોગ્ય, વૃદ્ધોની આરોગ્ય સંભાળ અને કટોકટીના સમયે આપવામાં આવતી સારવાર સહિતની સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.મૂલ્યાંકન દરમિયાન આયુષ્યમાન આરોગ્ય મંદિરનાં સામુદાયિક આરોગ્ય અધિકારી કાજલબેન, આરોગ્ય કાર્યકર રાગિણીબેન, આરોગ્ય કાર્યકર નિકુંજ મોદી તથા આશા બહેનોને વિવિધ પ્રશ્નો પૂછીને આરોગ્ય સેવાઓની કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ કેન્દ્રનાં દસ્તાવેજો, નોંધપોથીઓ અને રજિસ્ટરની ચકાસણી કરી નિર્ધારિત યાદી મુજબ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિ, જિલ્લા પ્રતિનિધિ આબિદભાઈ, વજાપુરના તબીબી અધિકારી ડો. સમીર પટેલ, તાલુકા આરોગ્ય નિરીક્ષક મુકેશ ચૌહાણ, માર્ગદર્શક સુમિત પટેલ તથા આયુષ તબીબી અધિકારી ડો. દક્ષા પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો