કાલોલના અલાલી ગામના કૃષ્ણકાંતભાઈ પરમારને મોટી જવાબદારી: જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નિયુક્તિ.

તારીખ ૨૨/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક નિમણુંક હેઠળ કાલોલ તાલુકાના અલાલી ગામના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણકાંતભાઈ શાંતિલાલ પરમાર ની જિલ્લા બક્ષીપંચ (OBC) મોરચાના મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અને આ નિયુક્તિ તાત્કાલિક અસરથી અમલમાં આવશે, તેવો આદેશ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ (લાલાભાઈ) દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા અધ્યક્ષ દ્વારા જારી કરાયેલા નિયુક્તિ પત્રની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા અને જિલ્લા સંગઠન પ્રભારી હર્ષદભાઈ વસાવા ને મોકલવામાં આવી છે. ત્યારે કૃષ્ણકાંતભાઈ પરમારની નિયુક્તિ થતા સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યાં તેમની નિયુક્તિ બદલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ,કાલોલ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રઘુનાથસિંહ પરમાર સહિત સમગ્ર તાલુકાના ભાજપ કાર્યકરો અને આગેવાનોએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો