રૂ.1.5 કરોડના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા 9 માસથી વોન્ટેડ આરોપી રાજકોટ રેન્જ ટીમની ઝપટે

તા.22/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર: રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને લાંબા સમયથી નાસતા- ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. રાજકોટ રેન્જના પીએસઆઈ પી. એન. મોરી, બી. સી. મીયાત્રા, એ.વાય.ઉધાસ, એસ.પી.ગોહિલ તથા તેમની ટીમ દ્વારા નાસતા- ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી સઘન વર્કઆઉટ ચલાવવામાં આવી રહ્યું હતું. દરમિયાન રાજકોટ રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર અને રાજુભાઇ પઢેરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટી સફળતા હાથ લાગી છે. સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહીબીશનનો મોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે રેઈડ દરમિયાન અંદાજે દોઢ કરોડ રૂપિયા રૂા. ૧,૫૦,૦૦,૦૦૦ કિંમતનો વિદેશી ઇંગ્લીશ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. કલમ ૬૫(એઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) તથા બી.એન.એસ. કલમ ૧૧૧(૨)(બી) મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનાની રેઈડ બાદથી જ છેલ્લા ૯ માસથી નાસતો- ફરતો મુખ્ય આરોપી આકીબખાન એલમખાન જતમલેક રહે. પીપળી, તા. પાટડી, સુરેન્દ્રનગર દશાડા ગોપાલ હોટલ પાસેથી પસાર થનાર હોવાની બાતમી મળતા રેન્જ ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપીને કાયદો અને વ્યવસ્થાની મજબૂત કામગીરી બજાવી છે. રાજકોટ રેન્જ પોલીસની આ સરાહનીય કામગીરીથી વોન્ટેડ બુટલેગરો અને ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો