લીંબડી ડિવિઝન હેઠળના 5 પોલીસ મથકોમાં ધૂળ ખાતા વાહનોનો નિકાલ: સરકારને રૂ. 39.38 લાખની આવક

તા.22/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

SP પ્રેમસુખ ડેલુના નિર્દેશ અને DySP વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ દ્વારા સફળ હરાજી યોજાઈ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાના આધારે લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા લાંબા સમયથી જુદા જુદા પોલીસ મથકોમાં પડતર રહેલા મુદ્દામાલ અને બિનવારસી વાહનોના ઝડપી અને કાયદેસરના નિકાલ અર્થે વિશેષ જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં કુલ ૧૬૧ વાહનોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો, જેના થકી રાજ્ય સરકારને રૂ. ૩૯,૩૮,૦૦૦ ની મોટી આવક પ્રાપ્ત થઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લીંબડીના નાયબ પોલીસ અધિક્ષક વી. એમ. રબારીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સંબંધિત નામદાર કોર્ટ તથા મામલતદાર કચેરી પાસેથી જરૂરી કાયદાકીય હુકમો મેળવીને નિયમાનુસાર હરાજી સમિતિની રચના કરવામાં આવી હતી. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે આ જાહેર હરાજી યોજવામાં આવી હતી. હરાજીમાં લીંબડી ડિવિઝન હેઠળના ૫ જુદા જુદા પોલીસ સ્ટેશનોના વાહનોનો સમાવેશ કરાયો હતો જેમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે ૯૧ વાહનો, લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ૫૦ વાહનો, ચુડા પોલીસ સ્ટેશન ખાતે ૧૨ વાહનો, વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ૬ વાહનો, પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ૨ વાહનો કુલ ૧૬૧ વાહનો આ જાહેર હરાજી સુરેન્દ્રનગર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી વિવિધ સ્ક્રેપ અને વાહન વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર હરાજી પ્રક્રિયા સુવ્યવસ્થિત અને સંપૂર્ણ પારદર્શી રીતે પૂર્ણ કરવામાં આવી હતી. બોલીઓ પૂર્ણ થતાં અંતે કુલ રૂ. ૩૯,૩૮,૦૦૦ ની રકમ ઉપજી હતી. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, હરાજીમાંથી પ્રાપ્ત થયેલી આ સમગ્ર રકમને નિયમાનુસાર સરકારી તિજોરીમાં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશનોના કમ્પાઉન્ડમાં વર્ષોથી પડતર વાહનોનો નિકાલ થતાં જગ્યા ખુલ્લી થઈ છે અને તંત્રને આર્થિક આવક પણ થઈ છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો