બનાસકાંઠા જિલ્લા સંસ્કૃત ગૌરવ યાત્રામાં માતુશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઈસ્કૂલનો દબદબો

6 સપ્ટેમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રામાં પાલનપુરની માતુશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું.સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતી આ યાત્રામાં શાળા દ્વારા વાલ્મીકિ રામાયણના વિવિધ પ્રસંગો તથા શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંદેશને આધારે સુંદર ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની પરંપરાને દર્શાવતું ગરબા પ્રસ્તુતિ તેમજ મહાભારતના કર્ણના પાત્રનું એકપાત્રીય અભિનય પણ રજૂ કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા થયેલી વિવિધ પ્રસ્તુતિઓએ યાત્રામાં ઉપસ્થિત સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.આ સમગ્ર આયોજનને આકર્ષક અને જીવંત બનાવવામાં આચાર્યશ્રી નરેન્દ્રસિંહ દેવડાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો ડો. તારાબેન એમ. સોલંકી અને શ્રી જનકભાઈ ચોરાસિયાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

12
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો