પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક ભવ્ય તથા વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા નગરના વિવિધ રાજમાર્ગો પરથી નીકળેલી આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું અને સંપૂર્ણ નગર ભક્તિમય બની ગયું હતું. આ ધાર્મિક આયોજનમાં ગોધરા શહેરના મોટી સંખ્યામાં શિવભક્તો પોતાના પરિવાર સાથે જોડાયા હતા. નગરના વિવિધ રાજમાર્ગો પર સ્થાનિક રહીશો અને સંગઠનો દ્વારા કાવડ યાત્રાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય કાવડ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત ઉપપ્રમુખ મનુભાઈ ભગત, દક્ષિણ ગુજરાત પ્રાંત સહમંત્રી ઇમેશભાઈ પરીખ, પ્રાંતના ધર્મ પ્રચારક કૃપાબેન જયસ્વાલ, જિલ્લા ઉપપ્રમુખ રંજનબેન, સહમંત્રી રાજુભાઈ, ગોધરા પ્રમુખ દેવભાઈ શ્રીમાળી, ઉપપ્રમુખ વિજયભાઈ, નગર મંત્રી સંજયભાઈ તથા સહમંત્રી હિતેન્દ્રસિંહબાપુ સહિત સર્વે કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મહેશભાઈ કામનાની, નગરપાલિકાના સભ્ય ડૉ. આનંદભાઈ ઘડિયાળી તથા જીતુભાઇ સાવલાની સહિત વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ યાત્રામાં સહભાગી થયા હતા.
કાવડ યાત્રા દરમિયાન પરામ પૂજ્ય સંત શ્રી ઈંદ્રજિત મહારાજ દ્વારા ઉપસ્થિત શિવભક્તો અને સનાતની સમાજને હિન્દુ ધર્મ તેમજ કાવડ યાત્રાના મહાત્મ્ય વિશે વિશેષ માર્ગદર્શન સાથે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ગોધરા નગરના વિવિધ સમાજના આગેવાનો, ક્ષેત્રીય કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સનાતની હિન્દુ ભાઈઓ તથા બહેનોએ એકત્ર થઈને આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવ્યો હતો.





