હાલોલ:વી.એમ. શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૯.૨૦૨૬

હાલોલની વી.એમ. શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલના કે.જી. વિભાગ અને પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.આજે શાળાની કમાન વિદ્યાર્થીઓના હસ્તે”ના અભિગમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા સાથે આચાર્ય, સુપરવાઈઝર, કલાર્ક સહિતના વહીવટી પદોની જવાબદારી સંભાળી શાળાના વહીવટ અને વિવિધ કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. ઉપરાંત શાળાના સેવક ભાઈ-બહેનોની કામગીરી તથા શાળાના સંચાલનમાં તેમના મહત્વપૂર્ણ સ્થાન અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરી શાળાની વિવિધ જવાબદારીઓ નિભાવી હતી અને દિવસના અંતે પોતાના અનુભવો તથા પ્રતિભાવો રજૂ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા શિક્ષકની ભૂમિકા ભજવનાર તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર તેમજ પેન-પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દીની કામના કરી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષક ઓ કૃતિબેન શાહ, હિરલબેન તથા નેહાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, આત્મવિશ્વાસ અને વ્યવસ્થાપન કૌશલ્ય વિકસાવવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ સૌ માટે યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો