MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની R&B કચેરીમાં આકસ્મિક તપાસ: હાજરી અને રેકોર્ડની ચકાસણી કરી આપ્યા સખત સૂચનો

MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની R&B કચેરીમાં આકસ્મિક તપાસ: હાજરી અને રેકોર્ડની ચકાસણી કરી આપ્યા સખત સૂચનો

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે એ જિલ્લા સેવા સદનની માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેરની કચેરી તથા નાયબ કાર્યપાલક (વિદ્યુત) ની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

હાજરી પત્રક, વિવિધ રજીસ્ટર અને રેકોર્ડની નિભાવણી ચકાસી અધિકારીઓ-કર્મચારીઓને સમયપાલન અને પ્રજાભિમુખ કામગીરી માટે જરૂરી સૂચનો કર્યા

મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે સ્થિત માર્ગ અને મકાન વિભાગની કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

આ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન તેમણે કચેરીના હાજરી પત્રકોની ચકાસણી કરીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરી હતી.

કલેક્ટરશ્રી દ્વારા સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, વિવિધ ઓનલાઇન પોર્ટલ્સ, દફતર નિભાવણી, હિસાબી કામગીરી, રેકોર્ડ રૂમ તથા વિવિધ શાખાઓની કામગીરીની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમણે કચેરીમાં આવતા અરજદારોના કામ સમયસર થાય અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે અર્થે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો