મોડાસામાં પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ -“યુ.કે.માં રહેવું છે તો સહન કરવું પડશે” કહી ત્રાસ ગુજારતા નોંધાઈ ફરિયાદ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ -“યુ.કે.માં રહેવું છે તો સહન કરવું પડશે” કહી ત્રાસ ગુજારતા નોંધાઈ ફરિયાદ

મોડાસાની 25 વર્ષીય રીફતબાનુએ પતિ સહિત સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, 14 ઓગસ્ટ 2022ના રોજ લગ્ન બાદ પરિણીતાએ પતિ અને સાસરીયાઓ સાથે સંયુક્ત પરિવારમાં આશરે એક વર્ષ વિતાવ્યું હતું. આ દરમિયાન ઘરની નાની-મોટી બાબતોમાં સાસરીયાઓ દ્વારા અવારનવાર ઝઘડા કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે.બાદમાં પતિ-પત્ની યુ.કે. (લંડન) ગયા હતા. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ત્યાં ગયા બાદ પતિએ અવારનવાર નશો કરવાનું શરૂ કર્યું હતું. નશો ન કરવા જણાવતા પતિએ બોલાચાલી કરી મારઝૂડ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, સાસુ-સસરાને જાણ કરવા છતાં તેમણે પતિનો પક્ષ લઈ “યુ.કે.માં રહેવું છે તો સહન કરવું પડશે” તેમ કહી વધુ ત્રાસ સહન કરવા જણાવ્યું હતું. પતિએ “મારે યુ.કે. આવવું હતું એટલે તારા વિઝાનો ઉપયોગ કર્યો છે, મારે તારી કોઈ જરૂર નથી” તેમ કહી હેરાન કર્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પતિ દ્વારા મારઝૂડ તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો અને આ અંગે યુ.કે. પોલીસમાં ફરિયાદ કર્યાનો પણ ઉલ્લેખ છે.18 જૂન 2026ના રોજ યુ.કે.થી મોડાસા પરત આવ્યા બાદ સાસરીયાઓએ ઘરમાં પ્રવેશવા ન દીધા હોવાનો આક્ષેપ કરતાં પરિણીતાએ પિતાના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું.સામાજિક રીતે સમાધાન માટે બેઠક યોજાઈ ત્યારે સાસરી પક્ષે છૂટાછેડા માટે રૂ.25 લાખ રોકડા અને 10 તોલા સોનું માંગ્યાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. માંગણી પૂરી ન થાય તો છૂટાછેડા નહીં આપે અને પુત્રના બીજા લગ્ન કરાવવાની વાત કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે એકબીજાની મદદગારીથી શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો