0%

VADNAGAR:વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: ‘રીલ સ્પર્ધા’માં ભાગ લઈ જીતો રૂ. ૩૧,૦૦૦ સુધીના રોકડ ઇનામો; ૧૧ સપ્ટેમ્બર અંતિમ તારીખ

વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬ : રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર, પ્રથમ વિજેતાને મળશે રૂ. ૩૧, ૦૦૦ સુઘીના રોકડ ઇનામો

ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા શ્રાવણોત્સવ-૨૦૨૬ને વધુ વ્યાપક અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે ‘શ્રાવણોત્સવ ૨૦૨૬ રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓનલાઇન રીલ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર છે.
સ્પર્ધકોએ સોશિયલ મીડિયા પર “વડનગર વિરાસત ભી, વિકાસ ભી” વિષય પર ૧ થી ૩ મિનિટની મૌલિક રીલ તૈયાર કરીને તેની લિન્ક mygov પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. રીલ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં અને ઓછામાં ઓછા ૭૨૦p રિઝોલ્યુશનમાં હોવી જરૂરી છે. સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે. જો વિડિયોમાં અન્ય કોઈ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સબટાઇટલ્સ ફરજિયાત રહેશે. સ્પર્ધકો દ્વારા રજૂ કરવામાં આવતી રીલમાં સ્ટોક ફૂટેજનો ઉપયોગ પણ કરી શકાશે.સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ. ૩૧,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ. ૨૧,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ. ૧૧,૦૦૦નું ઇનામ એનાયત કરવામાં આવશે.આ સ્પર્ધા દ્વારા ગુજરાત સરકારનો ઉદ્દેશ સર્જનાત્મક ડિજિટલ વાર્તાકથન દ્વારા નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો તેમજ શ્રાવણોત્સવ ૨૦૨૬ પ્રત્યે જનભાગીદારી વધારવાનો છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો