SBI SGSP યોજના હેઠળ તમામ પ્રાથમિક શિક્ષકોને ₹10 લાખની વીમા પોલિસી આપવાની માંગ સાથે આવેદન, બીજા જિલ્લા મા લાભ મળે છે છોટાઉદેપુરમા કેમ નહિ?

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, છોટાઉદેપુર દ્વારા SBI બેંકના મેનેજરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે રાજ્ય સરકારની સ્ટેટ ગવર્નમેન્ટ સેલેરી પેકેજ (SGSP) યોજના હેઠળ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત અને SBI વચ્ચે થયેલા MOU તેમજ બેંક દ્વારા જાહેર કરાયેલા વિશેષ લાભો મુજબ શિક્ષકોને ₹10 લાખના વીમાનો લાભ મળવો જોઈએ, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના એકપણ શિક્ષકને અત્યાર સુધી વીમા પોલિસી આપવામાં આવી નથી, જ્યારે વડોદરા જિલ્લામાં આ લાભ આપવામાં આવ્યો છે. તેથી દર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી શિક્ષકોની યાદી મેળવી તમામ શિક્ષકોના ₹10 લાખના વીમાની પોલિસી તાત્કાલિક લેવાય, તેનું પ્રીમિયમ બેંક દ્વારા ભરવામાં આવે તેમજ દરેક શિક્ષકને પોલિસીની નકલ આપવામાં આવે તેવી નમ્ર પરંતુ તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવે છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો