MORBI:મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં રૂ. ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરી કરનાર ૩ બુટલેગરો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી; ૧ ઈસમ હદપાર

MORBI:મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં રૂ. ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરી કરનાર ૩ બુટલેગરો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી; ૧ ઈસમ હદપાર

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સ્વપ્નિલ ખરેના આદેશથી આરોપીઓને સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેલહવાલે કરાયા; ગુનાખોરી ડામવા વહીવટી અને પોલીસ તંત્રની કડક કાર્યવાહી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા તેમજ અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા પાસા (PASA) કાયદા હેઠળ કડક અટકાયતી હુકમો કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષકશ્રીની દરખાસ્તોના આધારે ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન દારૂની ગેરકાયદે હેરફેર સાથે સંકળાયેલા ૩ બુટલેગરો સામે કાર્યવાહી કરી જેલહવાલે કરાયા છે. જેમાં મોરબી શહેર ‘એ’ ડિવિઝન હેઠળ આશરે રૂ. ૧ કરોડના દારૂની હેરાફેરીમાં સંકળાયેલ હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા તેમજ ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ રૂ. ૬૦ લાખના દારૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકાનો સમાવેશ થાય છે. આ અટકાયતી ઈસમોને સુરત, અમદાવાદ અને જૂનાગઢની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની સૂચના મુજબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, મોરબી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણને મોરબી અને આસપાસના જિલ્લાઓની હદમાંથી ૬ માસ માટે હદપાર (તડીપાર) કરવાનો હુકમ કરાયો છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો