નેત્રંગમાં 198 FRA ખેડૂતોને બોરમોટરના વર્ક ઓર્ડર એનાયત; સિંચાઈ સુવિધા માટે મહત્ત્વપૂર્ણ પહેલ

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

 

સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં ખેડૂતોને સહાય. ખેતરોમાં હરિયાળી અને ખેતીમાં સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ.

 

નેત્રંગ તાલુકામાં જંગલ વિસ્તારમાં વસવાટ કરતા અને વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળ જમીન પર ખેતી કરતા ખેડૂતો માટે સિંચાઈની સુવિધા મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ આશરે 198 ખેડૂતોને બોરમોટરના વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. નેત્રંગ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી લાભાર્થી ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનસુવિધા ઉપલબ્ધ થવાની આશા જાગી છે.

 

આ કાર્યક્રમ સાંસદ મનસુખભાઈ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.

 

જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ મગનભાઈ વસાવા, ભરૂચ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય ગૌતમભાઈ વસાવા, તાલુકા પંચાયતના તમામ સભ્યો, તાલુકા વિકાસ અધિકારીહરીશભાઈ પટેલ, સંબંધિત અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટી નેત્રંગના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ મનસુખભાઈ વસાવા, દિલીપભાઈ વસાવા સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

 

 

ખેતીના વિકાસમાં પાણીની ઉપલબ્ધતા પાયાની જરૂરિયાત છે. બોરમોટરની સુવિધાથી લાભાર્થી ખેડૂતોને સિંચાઈમાં મદદ મળશે અને પાક ઉત્પાદન વધારવાની તકો ઊભી થઈ શકે છે. આ સુવિધા ખેડૂતોની ખેતીને વધુ સક્ષમ બનાવવા તેમજ તેમની આજીવિકાને મજબૂત કરવામાં ઉપયોગી બની શકે છે.

 

કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યએ ખેડૂતોને બોરમોટરની ઉપયોગિતા સમજાવી હતી અને ખેતરોમાં પાણીની સુવિધા વધે, ખેતી લીલીછમ બને તથા ખેડૂતોને વધુ લાભ મળે તે માટે સહયોગની ખાતરી આપી હતી.

 

સિંચાઈની સુવિધા મજબૂત બને, ખેડૂતોની મહેનતને યોગ્ય પરિણામ મળે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળે—એ જ આ પહેલની મહત્ત્વપૂર્ણ અપેક્ષા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો