નેત્રંગ તાલુકામાં અલગ – અલગ ૬ સ્થળોએ પીએમ કિસાન ઉત્સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું…

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

 

ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ખેતી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી નેત્રંગ તાલુકામાં વિવિધ ૬ સ્થળો ખાતે કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. તે કાર્યક્રમને સમાંતર નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને કાકડકુઇ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ પટેલ, કાકડકુઇ ગ્રામ પંચાયત સરપંચ તારાબેન વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, સંગઠન મહામંત્રી દિલીપભાઈ વસાવા તેમજ સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

નેત્રંગ તાલુકાના વિવિધ ૬ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિવિધ યોજનાઓ અને નવા વિકાસ કામો સાથે વડાપ્રધાનશ્રીનું સંબોધન નિહાળ્યું

હતું.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો