બોડેલી પોલીસની મોટી સફળતા: ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન હેઠળ રૂ. ૧.૮૫ લાખના ૪ ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કરાયા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલની મદદથી બોડેલી પોલીસે કુલ રૂ. ૧,૮૫,૯૯૯ની કિંમતના ચાર મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી. શેખ તથા બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ. બરંડાના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ પોલીસ ટીમે CEIR પોર્ટલની ટેક્નિકલ મદદથી સઘન તપાસ હાથ ધરી ચાર અરજદારોના ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા. જેમાં અજયભાઈ નટવરભાઈ રાઠવા, દીપકભાઈ રમણભાઈ પરમાર, અજયભાઈ લાલુભાઈ રાઠવા અને વિરલભાઈ વિનુભાઈ બજાણિયાના મોબાઈલનો સમાવેશ થાય છે. પરત સોંપવામાં આવેલા મોબાઈલમાં રૂ. ૭૦ હજારની કિંમતનો iPhone 11, રૂ. ૮૫ હજારની કિંમતનો Samsung Galaxy S25, રૂ. ૨૦,૯૯૯ની કિંમતનો Vivo Y200 અને રૂ. ૧૦ હજારની કિંમતનો Redmi 9 Prime સામેલ છે. આ સમગ્ર કામગીરી બોડેલી પોલીસ સ્ટેશનના PSI કે.એમ. રાઠોડ, ASI દિનેશભાઈ બચુભાઈ, અ.હે.કો. વિજયભાઈ મનહરભાઈ, અ.હે.કો. હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ તથા અ.પો.કો. કીશનકુમાર જનિયાભાઈ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી. લાંબા સમય બાદ પોતાના કિંમતી મોબાઈલ ફોન પરત મળતાં અરજદારોએ બોડેલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીથી ફરી એકવાર ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્ર સાર્થક થયું છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો