શિનોર ખાતે એક આંગણવાડી કેન્દ્રના ખાતમુહૂર્ત સહિત બે આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું

ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોના માળખાકીય સુવિધાઓના વિકાસ અને બાળકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તેવા હેતુથી વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં કુલ 130 આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ત્યારે શિનોર ખાતે પણ વિવિધ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સચિનભાઈ પટેલ અને શિનોર ગ્રામ પંચાયતના ઉપસરપંચ નીતિનભાઈ ખત્રીના હસ્તે ટીંબા વિસ્તાર તેમજ ખોખરવાડ વિસ્તારમાં આવેલી બે આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે વણઝારી વિસ્તારમાં એક નવીન આંગણવાડી કેન્દ્રના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે શિનોર તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવા, પ્રમોદ વસાવા, જિલ્લા લઘુમતી મોરચાના અમીન મેમણ, જુબેલ મેમણ, આઈ.સી.ડી.એસ. વિભાગનાં તસ્લીમબેન સહિત આંગણવાડી કેન્દ્રોના કાર્યકરો, તેડાગરો, બાળકો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આંગણવાડી કેન્દ્રોની નવીન સુવિધાઓથી વિસ્તારનાં બાળકોને શિક્ષણ, પોષણ અને સંભાળની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો