મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી તાલુકામાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 30 ઓક્ટોબરના રોજ પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને સંબોધિત કર્યા હતા.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સહાયની રકમ આપવામાં આવી હતી. આ નિમિત્તે નસવાડી તાલુકામાં ધામસિયા, ચામેઠા, કોલબા, સોઢલીયા, લાવાકોઈ, કડુલી મહુડી, તણખલા, પાલા, ઝામલી અને સેગપુર સહિત 10 સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમોમાં અલગ અલગ જયાઓ ઉપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદાસ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોને તેમજ દરેક જગ્યાએ પોતાના વિસ્તારના ખેડૂતો કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી.









