ખરસાલિયા ગામે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: પૂરઝડપે આવેલ બાઇકે ટક્કર મારતા યુવકના પગમાં ફ્રેક્ચર.

તારીખ ૩૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખરસાલિયા ગામે બે દિવસ પહેલા થયેલા અકસ્માત અંગે આજે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કાલોલ તાલુકાના ખરસાલિયા ગામે રહેતા કરણસિંહ ઈશ્વરસિંહ સોલંકીની વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ, ગત તા. 23/10/2026 ના રોજ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે ફરિયાદીના કાકાના છોકરા કિશનકુમાર રાજેશભાઈ સોલંકી અને તેનો મિત્ર હરપાલસિંહ ખાતુસિંહ સોલંકી બંને પોતાની મોટરસાયકલ નં. GJ-17-DA-3741 પર મધવાસ GIDC ખાતે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક હરપાલસિંહ ચલાવી રહ્યો હતો અને કિશનકુમાર પાછળ બેઠો હતો.તેઓ ખરસાલિયા ગામના નવા ઘરો નજીક શૈલેશભાઈના ઘર પાસેના રોડ પર પહોંચ્યા ત્યારે સામેથી ખરસાલિયા બાજુથી પૂરઝડપે આવતી મોટરસાયકલ નં. GJ-17-CB-9494 ના ચાલકે પોતાની બાઇક ગફલતભરી અને બેફિકરાઈથી હંકારી સામેથી જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બંને બાઇક રોડ પર પટકાઈ હતી. બાઇક પાછળ બેઠેલા કિશનકુમારને જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ખાનગી વાહનમાં તેને કાલોલની સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તપાસમાં ઢીંચણમાં ફ્રેક્ચર થયાનું સામે આવતા તેનું ઓપરેશન કરવું પડ્યું હતું.ઈજાગ્રસ્તને ગઈકાલે તા. 29/10/2026 ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શરૂઆતમાં આરોપી બાઇક ચાલકે સારવારનો ખર્ચ આપવાની વાત કરી હતી, પરંતુ ખર્ચ વધુ થતા તેણે હાથ અદ્ધર કરી દીધા હતા.જેથી આજરોજ ફરિયાદી કરણસિંહે કાલોલ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલની યાદી સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો