આણંદ મહાનગરપાલિકાની દ્વારા  પ્રજાહિત અને શહેરના વિકાસ માટેના વિવિધ રૂ. ૧૧ કરોડથી વધુના કામોને મંજૂરી

આણંદ મહાનગરપાલિકાની દ્વારા

પ્રજાહિત અને શહેરના વિકાસ માટેના વિવિધ રૂ. ૧૧ કરોડથી વધુના કામોને મંજૂરી

તાહિર મેમણ – આણંદ – 30/10/2026 – ​આણંદ – કરમસદ આણંદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અગત્યની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથારની અધ્યક્ષતામાં અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન.ડોડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિકોની સુવિધા, શહેરના વિકાસ, રોડ-રસ્તા, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓને લગતા વિવિધ વિભાગોના કલેક્ટિવ ૩૦ મહત્વના વિષયો ચર્ચા-વિચારણા અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.

 

​સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અને મંજૂર કરવામાં આવેલ કામોની વિગતોમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂડ ડિલિવરી, કેબ/ઓટો સર્વિસ અને પરિવહન ક્ષેત્રે કાર્યરત ગીગ વર્કર્સ (Gig Workers) માટે ખાસ આયોજન કરાયું છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, બજાર અને મુખ્ય જંકશન જેવા વધુ અવરજવર વાળા વિસ્તારોમાં ગીગ વર્કર્સ માટે પીવાનું પાણી, શૌચાલય, બેસવા-વિશ્રામ કરવા તથા મોબાઈલ ચાર્જિંગ સુવિધા ધરાવતા ‘રેસ્ટ રૂમ’ મનપાની જગ્યાઓ પર ઊભા કરવામાં આવશે.

​ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આણંદ ખાતે નવીન બસ સ્ટેશન નિર્માણની કામગીરી હાથ ધરાનાર હોવાથી મુસાફરો તથા વિદ્યાર્થીઓની સગવડતા ખાતર નજીકમાં આવેલા ટી.પી. સ્કીમ નં. ૩, ફા. પ્લોટ નં. ૫ વાળી મહાનગરપાલિકાની ચોરાની જગ્યા પર ૨૪ માસ માટે ટેમ્પરરી લીનિયર બસ સ્ટેશન બનાવવા માટે જગ્યા નિઃશુલ્ક ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે.

 

​ટીપી-૪ મંગળપુરા તથા શહેરના અન્ય વિસ્તારોમાં ગટર લાઇન અને વરસાદના કારણે નુકસાન પામેલા શહેરના મુખ્ય માર્ગોને તાત્કાલિક રિસર્ફેસિંગ કરવા માટે રૂ. ૨.૦૦ કરોડનું બજેટ ફાળવી લોકહિતના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરવાનો નિર્ણય લેવાયો છે.

​મહાનગરપાલિકા હસ્તકના કુલ-૬ કોમ્યુનિટી હોલમાં જરૂરી રિપેરિંગ, રિનોવેશન, અપગ્રેડેશન અને સુરક્ષા માટે C.C.T.V. કેમેરા લગાવવા માટે રૂ. ૪.૬૦ કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત મનપાના ટાઉનહોલમાં પણ જરૂરી રિનોવેશન કામગીરી હાથ ધરાશે.

એનિમલ બર્થ કંટ્રોલ (ABC) રૂલ્સ અંતર્ગત હડકવા નિયંત્રણ, રસીકરણ અને ખસીકરણ ઝુંબેશ માટે મળનાર રૂ. ૨.૫૦ કરોડની ગ્રાન્ટમાંથી યોગ્ય સ્થળે ‘ડોગ હોસ્ટેલ’ બનાવવાનું આયોજન કરાયું છે.

શહેરમાં રખડતા ઢોરના ત્રાસ અંકુશ, તકનીકી સહાય અને દેખરેખ માટે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે. ઉપરાંત ઢોર પકડવાની કામગીરી માટે નવીન બોલેરો અને પિક-અપ વાનની પણ ખરીદી કરવામાં આવશે.

​શહેરમાં ઘરે-ઘરે જઈને કચરાનું યોગ્ય વર્ગીકરણ (Source Segregation) સમજાવવા સખી મંડળની બહેનો અને ૧૦૦ સ્વયંસેવકોની મદદ લેવાશે. યોજના હેઠળ મળેલ રૂ. ૨.૦૦ કરોડ ગ્રાન્ટમાંથી ૭૦% રકમ (રૂ. ૧.૪૦ કરોડ) સાફ-સફાઈ મેનપાવર માટે અને ૩૦% રકમ (રૂ. ૬૦ લાખ) શહેરના સૌંદર્યલક્ષી (City Beautification) કામો પાછળ વપરાશે. ગુજરાત હાઈકોર્ટ અને GPCB ની માર્ગદર્શિકા મુજબ લાંભવેલ ડમ્પિંગ સાઈટ ફરતે ૯૪૨ મીટર લંબાઈની રૂ. ૫૫.૪૧ લાખના ખર્ચે પેનલ બાઉન્ડ્રી વોલ (કમ્પાઉન્ડ વોલ) બનાવવામાં આવશે.

 

​

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો