ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક અને જામનગર વિશેષ કર્મભૂમિ બનાવનાર મૂર્ધન્ય સાહિત્યકારની શાશ્વતતાનું સૌ.યુની. ખાતે સાદર સ્મરણ થયું
વિદ્વાન અને સાહિત્યના સાધકોએ સમૃદ્ધ વારસાને જાળવવાની સાથે તેને વિશેષ સ્વરૂપે સમૃદ્ધ કરનારા દિવંગત આચાર્ય દાદાની વિદ્વતાને જીવંત રાખી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી ભવન દ્વારા શાંતિભાઈ આચાર્ય પર એક દિવસીય પરિસંવાદ યોજાયો.
ગુજરાતી ભાષાવિજ્ઞાન અને લોકસાહિત્યના મર્મી સદ્ગત શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય પરિસંવાદનું આયોજન થયું. યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ડૉ.ઉત્પલભાઈ જોશીની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો.ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક અને ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ. જે.એમ.ચંદ્રવાડિયા અને ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ.દીપક પટેલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમના સંયોજકો તરીકેની સફળ ભૂમિકા નિભાવવામાં આવી.આ પરિસંવાદ સાથોસાથ યુનિવર્સિટીના ગુજરાતી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ; જે તાજેતરમાં ગુજરાતની વિવિધ કૉલેજોમાં અધ્યાપક તરીકે જોડાયા હોય એવા 23 જેટલા નવોદિત અધ્યાપકોના અભિવાદનનો ઉપક્રમ પણ યોજાયો હતો.આ સાથે યુનિવર્સિટી દ્વારા શાંતિભાઈ આચાર્યમાં પરિવારનું અભિવાદન કરાયું.આ તકે કુલસચિવશ્રી અજયસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિત રહી હતી.ઉપરાંત વિવિધ ભવનના અધ્યાપકો-અધ્યક્ષઓ,સેવાનિવૃત અધ્યાપકો, જુદી જુદી યુનિવર્સિટીના શોધાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
સાહિત્યની સાધના એ અનુભૂતિથી , તત્વનુભૂતિ સુધીની યાત્રા હોય છે જે સંગ્રહિત કરતા પહેલા જે સંશોધન કાર્ય થાય તે એક પ્રકારનું તપ હોય છે મૂર્ધન્ય સાહિત્યકાર શાંતિભાઈ આચાર્ય (પૂજ્ય શાંતિ દાદા આ લખનાર માટે માર્ગદર્શક રહ્યા છે) એ ભાષાઓ અને બોલીઓ માટે પગે ચાલીને આદિવાસી અને છૂટાછવાયા વસતા લોકોના જીવનમાં લાગણીસભર ડોકિયું કર્યું હતું તેવું જ તેઓનું બોલીઓ વિશે પણ સંશોધન છે અને કોષવિગ્નાન, સાહિત્ય, ભાષાઓ, બોલીઓ અને અન્ય શોધ સંશોધનોને આવનારી લઈને આગળની પેઢી માટે તેઓએ 18 અઢાર પુસ્તકો લખ્યા છે જેમાટે તેઓશ્રીને વિવિધ પુરસ્કાર,એવોર્ડ અને સન્માન મળ્યા છે જે સૌ સાહિત્ય સાધકો ને વિદિત છે
પ્રથમ બેઠકમાં ભારતભરમાં સુખ્યાત વિદ્વાન ડૉ.બળવંત જાનીનું બીજ વ્યાખ્યાન રજૂ થયું.ડૉ.જાનીએ શાંતિભાઈના સમગ્ર પ્રદાનનુ વિહંગાવલોકન કરાવ્યું અને શાંતિભાઈને ખરા અર્થમાં શાસ્ત્રીય કામ કરનાર સંશોધક તરીકે ઓળખાવ્યા.કુલપતિએ અધ્યક્ષીય ઉદ્બોધનમાં ગુજરાતી ભવન અને મેઘાણી કેન્દ્રની વિભિન્ન પ્રવૃત્તિઓની સરાહના કરી ઉપરાંત શાંતિભાઈ આચાર્યને વિશ્વકક્ષાના વિદ્વાન ગણાવ્યા. ઉપરાંત જણાવ્યું કે, એમની દિવ્ય ચેતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર સદૈવ આશીર્વાદ વરસાવતી રહેશે.આરંભે ડૉ. ચંદ્રવાડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને ડો.પટેલે સમગ્ર ઉપક્રમની ભૂમિકા રચી આપી હતી. શાંતિભાઈ આચાર્યના ધર્મપત્ની મીનાક્ષીબહેન અને એમના પ્રથમ આરંભિક કાળના વિદ્યાર્થીની કપિલાબહેન પટેલે શાંતિભાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે મી.એન્ડ મિસિસ મેઘ શાંતિભાઈ આચાર્ય અને તેઓની સુપુત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પડધરી કોલેજના પ્રાધ્યાપક ભાવેશ ચાંદેગારાના જણાવ્યા મુજબ બીજી બેઠકમાં ગુજરાતી ભવનના પૂર્વ પ્રાધ્યાપક અને જાણીતા વિવેચક ડૉ. બિપિન આશર, સરદાર પટેલ યુનિવર્સિટી-વલ્લભવિદ્યાનગરના ગુજરાતી ભવનના અધ્યક્ષ ડૉ.પિનાકિની પંડ્યા અને અમદાવાદથી જાણીતા ભાષશાસ્ત્રી ડૉ.પિંકી પંડ્યા એ ત્રણ વિદ્વાન વક્તાઓએ અનુક્રમે ‘શાંતિભાઈ આચાર્યનું કોશવિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’, ‘શાંતિભાઈ આચાર્યનું લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન’ અને ‘શાંતિભાઈ આચાર્યનું ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ વિષયો પર વિશદ વ્યાખ્યાનો આપ્યાં હતા. આ વિદ્યાકીય ઉપક્રમની નોંધ ગુજરાતભરમાં લેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે આ એક દિવસીય પરિસંવાદનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ડૉ.ઉત્પલભાઈ જોશીની અધ્યક્ષતામાં ખૂબ જ સ્તુત્ય આયોજન થયું તે ખુબજ ખુશીનો પ્રસંગ બની રહ્યો હતો આવા પરિસંવાદ સેમિનાર વગેરે થી વિદ્વતા આગળ ધપે છે જે માટે આ બંને સંસ્થાઓ અને કુલપતિશ્રી તેમજ વિદ્વાન વક્તાઓ સહિત સૌનો આભાર માનતા પૂજ્ય શાંતિદાદના પરિવારના શ્રીમતી મીનાક્ષીબેન , મેઘ આચાર્ય , હીરલ મેઘ આચાર્ય દંપતી અને દાદાની વ્હાલી પૌત્રી તોયા ( toya)એ જણાવ્યું હતું કે સદગત શાંતિભાઈના જીવનની સાડા નવ દાયકાની સફર હંમેશા સાહિત્ય સાધનામય રહી છે અને ગુજરાત વિદ્યાપીઠ જેવી ગૌરવ પ્રદાન કરતી યુનિવર્સિટીમાં સુપેરે ફરજ બજાવી હતી અને વતન હાલાર – જામનગરને પણ વિશેષ કર્મંનગરી બનાવી હતી તેમજ આવનારી પેઢી માટે શોધ સંશોધનનો મહામૂલો સાહિત્ય વારસો આપતા જવાની તેઓની સતત નેમ હતી તે નેમ ને આ પરિસંવાદે જીવંત રાખી અને કુલપતિ તેમજ
મંચસ્થ મહાનુભવો એ આ લક્ષ્યને કેન્દ્ર સ્થાને રાખ્યું હતું. આ કાર્યક્રમ માટે તૈયાર કરાયેલી આમંત્રણ પત્રિકા પણ ભાવસભર અને ગરિમામય લખાણથી શોભતી હતી.આ પરિસંવાદ અનેક સંશોધકો માટે યાત્રા પંથનો પ્રારંભ બની રહેશે તે નિશ્ચિંત છે.
રિપોર્ટ બાય ભરત જી ભોગાયતા જર્નલિસ્ટ જામનગર 8758659878









