અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી – શ્રાવણી અમાસ નિમિત્તે ઈસરી હાઈસ્કૂલમાં તિથિ ભોજનનું આયોજન
અરવલ્લી : મેઘરજ તાલુકાના ઈસરી ખાતે શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. યુ. બિયોલા પી.વી.એમ. હાઈસ્કૂલમાં શ્રાવણી અમાસ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું

શુક્રવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.શાળામાં દર વર્ષે આચાર્યશ્રી તથા શાળા પરિવારના સહયોગથી વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો. શાળા પરિવારની આ પહેલને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આવકારવામાં આવી હતી.







