વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૨ સપ્ટેમ્બર : 103 લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવાયા કોડકી પીએચસી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર, સુમરાસર-જત દ્વારા વટાછડ ગામ તથા સુમરાસર-જત ખાતે આયુષ્માન કાર્ડ બનાવવા માટે રાત્રિ કેમ્પ યોજાયો હતો.કેમ્પમાં ખાસ કરીને NFSA લાભાર્થીઓને પ્રાધાન્ય આપી પાત્ર લાભાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી, આધાર ચકાસણી, ઈ-કેવાયસી તથા ફોટોગ્રાફીની કામગીરી કરવામાં આવી હતી. CHO તથા MPHW દ્વારા ગામજનોના સહયોગથી કરવામાં આવેલી કામગીરી દરમિયાન કુલ 103 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા.રાત્રિના સમયે યોજાયેલા આકેમ્પથી દિવસ દરમિયાન રોજગારી કે અન્ય કામમાં વ્યસ્ત રહેતા પાત્ર લાભાર્થીઓને પણ આયુષ્માન કાર્ડ કઢાવવાની સુવિધા મળી હતી. કેમ્પનો હેતુ NFSA સહિતના પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજનાનો લાભ પહોંચાડી વધુમાં વધુ પરિવારોને આરોગ્ય સુરક્ષા હેઠળ આવરી લેવાનો હતો.









