સંતરામપુર નગરપાલિકા ના વોર્ડ નં. 05 અને ભોઈવાડા આઝાદ મેદાન પાછળ ગંદકીના કચરાના ઢગલાઓથી સ્થાનિકોમાં રોષ….
સવછતાના નામે શુનયાવકાશ..
સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતની બીમારીઓ ફેલાવવાનો ભય;
તાત્કાલિક સફાઈ કરાવવા અને કાયમી ઉકેલ નિરાકરણની માંગ

રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
♦
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 05 તેમજ ભોઈવાડા વિસ્તારમાં આઝાદ મેદાન અને સરકારી ક્વાર્ટર્સ પાછળના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા હોવાની સ્થાનિક રહીશો ફરિયાદ નુ નિરાકરણ લાવવામાં સંતરામપુર નગરપાલિકા ઉણી ઉતરતા સથાનિકોમા ભારે રોષ જોવા મલેછે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા નિયમિત અને પૂરતી સાફ-સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે વિવિધ સ્થળોએ કચરો એકત્રિત થઈ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે લાંબા સમય સુધી ગંદકી અને કચરાના ઢગલાઓ દૂર કરવામાં નહીં આવે તો મચ્છરજન્ય અને અન્ય ચેપી રોગો ફેલાવાનો ભય ઊભો થઈ શકે છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા સહિત વિવિધ બીમારીઓનો ખતરો વધવાની શક્યતા અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સંતરામપુર નગરપાલિકા નો વહીવટ કાયમ શંકા નાદાયરા માં હોયછે. વિકાસની રકમોમા તથા ખરીદીમા પણ મોટાપાયેભષટાચારકરાતોહોયછે ને તે અંગેની નગરપાલિકા નાજ સભયોદવારા કરાતી રજુઆતો ની તપાસ પણપાદેશિક કમિશનર વડોદરા દવારા નહી કરાતી હોઈ જેથી ભષટાચાર ને ગેરરીતીઓઅટકવાનુ નામ લેતી નથી. સંતરામપુર ના ધારાસભ્ય તેમના જ વિસતારની આ નગરપાલિકા માં ચાલતી ગેરરીતિઓ નેવિકાસના કામોમાં કરાતા ભષટાચારને કટકી અટકાવવા માટે સકિયતા દાખવશે ખરા???
આ ગંદકીના કારણે માત્ર સ્થાનિક રહીશો જ નહીં પરંતુ આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓના આરોગ્ય પર પણ અસર થવાની શક્યતા છે. ખાસ કરીને વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં કચરાના ઢગલાઓના કારણે અસ્વચ્છતા વધતા ને દૃરગંદ મરતાઆરોગ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આ બાબતે સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોએ સંતરામપુર નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમણે માંગ કરી છે કે સંતરામપુર નગરપાલિકા દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી કચરાના ઢગલાઓની સફાઈ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં ફરીથી આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
તસવીર
અમીન કોઠારી મહીસાગર






