થરામાં શ્રી અંબાજી મંદિરે શ્રી ત્રંબકેશ્વર મહાદેવને રૂદ્રાભિષેક દરમ્યાન શિવયજ્ઞમાં આહુતી અપાઈ..
ભારતભરમાં આવેલ દરેક શિવાલયોમાં શાસ્ત્રોની પરંપરા મુજબ વર્ષમાં બે વખત શ્રાવણવદ અમાસ તથા આસોસુદ આઠમ એમ બે વખત હવન (યજ્ઞ) કરવામાં આવે છે તેમ થરા શહેર ભાજપ મહામંત્રી અને પંડિત રાઘવેન્દ્ર જોષી એ જણાવ્યું હતું.તે પરંપરા અનુસાર ઓગડ તાલુકાની ધન્યધરા થરા ખાતે જુના પોલીસ ક્વાટર્સમા આવેલ શ્રી અંબાજી માતાજીના મંદિર ની બાજુમાં શ્રી ત્રંબકેશ્વર મહાદેવજીના શિવાલયે શ્રાવણસુદ-૧ થી અમાસ સુધી શાસ્ત્રી વિજયભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે રૂદ્રાભિષેક કરવામાં આવેલ.છેલ્લા દિવસે તા.૧૧/૦૯/૨૦૨૬ ના રોજ શાસ્ત્રી વિજયભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સ્વ.ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કોટક પરિવાર, (રાજેશ્રી મસાલા),ઓગડ તાલુકા ભાજપા મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન લલિતભાઈ કોટક,નિકુંજભાઈ ઠક્કર,ભાવેશભાઈ પંચાલ, વિપુલભાઈ મેવાડા, જુગલભાઈ પુજારા સહીત અનેક પરિવારોના યજમાન પદે લઘુરૂદ્ર મહાયજ્ઞ યોજાયો હતો.ત્યારે તાણા-થરા નગર જનોએ દર્શનનો લાભ લઈ આરતી ઉતારી સૌ છુટા પડ્યા
હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530







