તા.11/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા જિલ્લામાં કાયદો, વ્યવસ્થા અને સલામતીની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા માટે ખાસ ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનારા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં સ્થાનિક લોકો ઉપરાંત દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે. આ ઉપરાંત, જિલ્લામાંથી બે મુખ્ય નેશનલ હાઇવે પસાર થાય છે અને વિશાળ રણ વિસ્તાર પણ આવેલો છે, જેના કારણે સહેલાઈથી અવરજવર અને રોકાણ શક્ય બને છે. કોઈ પણ અસામાજિક તત્વો આ સ્થિતિનો ગેરફાયદો ન ઉઠાવે અને જિલ્લામાં શાંતિ-સલામતી જળવાઈ રહે તે હેતુથી એસ. ઓ. જી. શાખા તથા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જિલ્લાભરની હોટલો, ધાબા, ગેસ્ટ હાઉસ, દુકાનો અને ભંગારના ડેલાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરાયેલી પથિક એપમાં ગેસ્ટ હાઉસ/હોટલનું રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં અને આવનાર મુસાફરોની સમયસર એન્ટ્રી થાય છે કે કેમ? રોકાણ માટે આવતા ગ્રાહકોના આઈ.ડી. કાર્ડની નકલ જમા લેવામાં આવે છે કે નહીં. હોટલ, દુકાનો અને ભંગારના ડેલાઓમાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તથા તેનું પ્રોપર રેકોર્ડિંગ/સ્ટોરેજ થાય છે કે કેમ. ભંગારની લે-વેચ કરતા વેપારીઓ દ્વારા નિયમ મુજબ રજિસ્ટર નિભાવવામાં આવે છે કે નહીં. તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતા અને સરકારી જાહેરનામાનો ભંગ કરતા મળી આવેલા હોટલ, ગેસ્ટ હાઉસ અને દુકાન માલિકો તેમજ મેનેજરો સામે કાયદેસરની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત જી.પી. એક્ટ કલમ ૧૩૧ (પથિક સોફ્ટવેર ભંગ) હેઠળ ૦૩ કેસ અને બી.એન.એસ. (BNS) કલમ ૨૨૩ હેઠળ ૦૬ ગુના નોંધવામાં આવ્યા છે. નોંધાયેલા ગુનાઓ અને આરોપીઓની વિગત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગણેશ પાવભાજી સંજયભાઇ રાજુભાઈ જરવરીયા રહે. શાંતિનગર, વઢવાણ, ન્યુ ગુલશન પાન પાર્લર સાહીરભાઇ બદરુદીનભાઇ શેખ રહે. લક્ષ્મીપરા, વઢવાણ, હેવમોર આઇસક્રીમ કાદરભાઇ ઉસ્માનભાઇ કચોટ રહે. સુડવેલ સોસાયટી, વઢવાણ, ભંગાર લે-વેચ ડુકાન કૈલાશ પનાલાલજી ગુર્જર રહે. ધ્રાંગધ્રા, મૂળ રહે. રાજસ્થાન, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા ભંગાર લે-વેચ ડુકાન શાહરૂખભાઇ મુસાભાઇ ભટ્ટી રહે. ખાટકીવાસ, ધ્રાંગધ્રા, ચોટીલા પોલીસ સ્ટેશનમાં વેસ્ટર્ન હોટલ, ચોટીલા મોહમદ અબ્દુલ જબ્બાર દુક્કા રહે. ચોટીલા, મૂળ રહે. પાટણ, મોમાઈ હોટલ, મઘરીખડા ભાવેશભાઈ મશરૂભાઇ સરૈયા રહે. રાજાવાડ, ચોટીલા, ધરતી ગેસ્ટ હાઉસ, ચોટીલા વિરભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. ચોટીલા, એપેક્ષ હોટલ, ચોટીલા ગોવીંદભાઈ દેવશીભાઈ ઘાંઘળ રહે. ચોટીલા વાળાઓને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા અને સીસીટીવી ચેકિંગની આ સ્પેશિયલ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. કાયદાનું પાલન ન કરનાર અને જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ સંચાલક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.







