પાટડીમાં સોલાર પ્લેટ ચોરીનો ગુનો ઉકેલાયો: SOG એ રૂ.92 હજારના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો

તા.12/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂનાઓ દ્વારા જિલ્લામાં બનતા શરીર સબંધી તથા મિલકત વિરુદ્ધના અણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે એસ.ઓ.જી. શાખાને ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત એસ.ઓ.જી. ટીમ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ અસલમખાન મલેક નાઓને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, પાટડી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિભાઈ ગોવિંદભાઈ શાપરા રહે, ખારાઘોડા ઠાકોરવાસ, પાટડી વાળો પોતાના રહેણાંક મકાને હાજર છે. બાતમી આધારિત જગ્યાએ એસ.ઓ.જી. ટીમે રેડ પાડતા, આરોપી રવિભાઈ શાપરા પાસેથી ખારાઘોડા સ્ટેશન સામેના ખારી વિસ્તારમાંથી ચોરી કરેલ તમામ માલસામાન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં વીચી કંપનીની સોલર પેનલ ડિશ નંગ ૧૨ તથા પાવર કંટ્રોલર પેટી નંગ ૦૧ કિં.રૂ. ૯૦,૦૦૦ એક્સાઇડ ડ્રાઇવ બેટરી નંગ ૦૧ કિંમત રૂ. ૨,૦૦૦ એમ કુલ મળીને રૂ.૯૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બનાવ અંગે ફરિયાદી બાબુભાઈ ઉર્ફે ગોપાલ રૂપસંગભાઈ સોલંકી રહે. ખારાઘોડા, દસાડા પાટડી દ્વારા ગત તારીખ ૨૧/૦૪/૨૦૨૬ ના રોજ પાટડી પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એસ.ઓ.જી. ટીમે રૂ. ૯૨,૦૦૦નો મુદ્દામાલ BNSS કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી, આરોપીની BNSS કલમ ૩૫(૧)ઇ મુજબ અટકાયત કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે આરોપી તથા કબ્જે કરેલ મુદ્દામાલ પાટડી પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો