તારીખ ૧૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
જન સેવાથી રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષની ઉજવણી અન્વયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાકાર્યોને બિરદાવવા માટે “સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬” અંતર્ગત પાવાગઢ થી વડનગર સુધીની ‘સેવા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આ સેવા યાત્રા પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભા સ્થિત માંચી (પાવાગઢ) ખાતેથી પ્રસ્થાન થઈને કાલોલ નગર ખાતે પહોંચતા ભાજપ યુવા સંગઠન દ્વારા તિરંગા સર્કલ ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
માંચી, પાવાગઢ ખાતેથી આ યાત્રાને ગુજરાત સરકારના નાણા મંત્રી કમલેશભાઈ પટેલ, રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, ગુજરાત પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા અધ્યક્ષ મયંકભાઈ દેસાઈ (લાલાભાઇ) તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિરજ પટેલની ખાસ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.યાત્રા કાલોલ ખાતે આવી પહોંચતાં જ તિરંગા સર્કલ પાસે ભાજપ યુવા મોરચા અને હોદ્દેદારો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તિરંગા સર્કલ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ ડૉ. યોગેશભાઈ પંડ્યા સહિત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.










