નવસારી મનપાની વિકાસલક્ષી પહેલ: વિજલપોરમાં ₹3.62 કરોડના સંપૂર્ણ વ્હાઇટ RCC ટોપિંગ રોડનું ખાતમુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિજલપોર વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના માર્ગને રૂ. ૩.૬૨ કરોડના ખર્ચે સંપૂર્ણ White Topping RCC Road તરીકે વિકસાવવાના મહત્વપૂર્ણ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત આજ રોજ સાંજે ૪:૩૦ કલાકે સંપન્ન કરવામાં આવ્યું હતું.

આ માર્ગનું આધુનિકીકરણ થતાં વિસ્તારના નાગરિકોને વધુ સુવિધાયુક્ત, મજબૂત અને ટકાઉ માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે. શહેરના વધતા ટ્રાફિક અને નાગરિકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ વિકાસકાર્ય નવસારી મહાનગરપાલિકાના માળખાગત વિકાસમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે.

આ પ્રસંગે ધારાસભ્ય આર સી પટેલ ઉપરાંત માનનીય મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશભાઈ પુરોહિત, બાંધકામ સમિતિના ચેરમેન સુનીલભાઈ લાંજેવાર, તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર જે. યુ. વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત પ્રસંગે મહાનુભાવોએ વિકાસકાર્ય સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ વિકાસકાર્યથી વિજલપોર વિસ્તાર સહિત આસપાસના નાગરિકોને સરળ, સુરક્ષિત અને સુવિધાયુક્ત પરિવહન વ્યવસ્થા મળશે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવી નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ વિકાસકાર્ય પણ “શહેરના વિકાસ માટે એક વધુ મહત્વપૂર્ણ પગલું” સાબિત થશે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો