MORBI:મોરબીની પીજી પટેલ કોલેજ દ્વારા સતત નવમા વર્ષે દિવાળીના મહાપર્વની ઇન્ડિયા પાકિસ્તાન કચ્છ બોર્ડર પર સેનાના જવાનો -BSF સાથે ઉજવણી

મોરબીની પી.જી પટેલ કોલેજ શિક્ષણમાં તો શિરમોર છે જ જે અંતર્ગત તાજેતરમાં B.Com Sem-4 ના પરિણામમા કોલેજની વિદ્યાર્થીની એ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. શિક્ષણની સાથે સાથે તહેવારોની વિશિષ્ટ અને અનોખી ઉજવણી માટે જાણીતી મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિચારોને અનુમોદન આપવા અંતર્ગત કોલેજના પ્રમુખ શ્રી દેવકરણભાઈ ની પ્રેરણાથી અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની આગેવાનીમાં સતત નવમાં વર્ષે દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલ ભારત પાકિસ્તાન બોર્ડર પર તેનાત આર્મી અને BSF ના જવાનોને મીઠાઈ વિતરણ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષોથી આ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે 500 કિલો થી વધુ શુદ્ધ ઘીની મીઠાઈઓનું વિતરણ કરીને Indian Army તથા BSFના જવાનો સાથે પારિવારિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી રહી છે
સમગ્ર પ્રોજેક્ટ માટે ગૌરીદળની પ્રખ્યાત એવી સીતારામ ડેરી તરફથી વિશેષ સાથ સહકાર મળે છે જે અંતર્ગત મીઠાઈ માટેના લેમિનેટેડ બોક્સ પૂરા પાડવામાં આવે છે.
આ ઉજવણીમાં પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ HDFC Bank ના બ્રાન્ચ મેનેજર નૈમિષ ભટ્ટ, સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લ તથા પ્રમોદસિંહ રાણા, સજ્જનપર પ્રા.શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા, પોલીસ લાઇન તાલુકા શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ, માવનુગામ પ્રા. શાળા
ના શિક્ષક મહિપાલસિંહ જાડેજા, અગ્રણી તબીબ ડો. પરિક્ષિત જોબનપુત્રા,બિઝનેસમેન ચેતનભાઈ ભાનુશાળી, ચંદ્રેશભાઇ રાવલ,મયુર કક્કડ પોપ્યુલર એજન્સીના ભૂમિત દફતરી, કોલેજના વિદ્યાર્થીઓ ચાવડા શ્યામ, નિમાવત જીત, વૈષ્ણવ યશ, સ્તવન જોબનપુત્રા, સ્મિતરાજ સિંહ રાણા, દ્વિજ જાડેજા તથા દેવષઁ ભટ્ટ જોડાયા હતા.
આજરોજ સાર્થક વિદ્યામંદિરના સંચાલક શ્રી કિશોરભાઈ શુક્લ માટે વિશેષ દિન એટલે કે તેમનો જન્મદિવસ હોવાથી ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ હનુમાન મંદિર ખાતે પર વૈદિક યજ્ઞ દ્વારા આ મહાપર્વની ઉજવણી કરેલ હતી આ ઉજવણીમાં તમામ લોકોએ વૈદિક યજ્ઞનો લાભ લીધેલો હતો
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આ પ્રોજેક્ટમાં જોડાયેલ તમામ મહાનુભાવો,મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારી મિત્રો, અંગત મિત્ર વર્તુળ, કોલેજના વિદ્યાથીઓ, ભૂતપૂર્વ વિદ્યાથીઓ તરફથી પણ ખૂબ જ સાથ સહકાર દર વર્ષે મળે છે,














