0%

શામગહાનમાં વરલી મટકાના જુગારધામ બેફામ? લોકોમાં રોષ, પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના શામગહાનના મુખ્ય બજાર તેમજ વન વિભાગની કચેરીના પાછળના ભાગે ખુલ્લામાં વરલી મટકાના જુગારની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વારંવાર મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં આવી પ્રવૃત્તિઓ પર અંકુશ ન આવતો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. આખરે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોના આશ્રય હેઠળ ચાલી રહી છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

જુગારની લાલચમાં યુવા પેઢી આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ તરફ ધકેલાઈ રહી હોવાની ચિંતા જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. જાહેર સ્થળોએ આવી પ્રવૃત્તિઓને કારણે ગ્રામજનો અને રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો છે.

આ મામલે ડાંગ જિલ્લા પોલીસ વડા સહિત સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી, સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈનું રક્ષણ મળતું હોવાના આક્ષેપોની પણ ખરાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તપાસ દરમિયાન પુરાવા મળે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી શામગહાનમાં આવી પ્રવૃત્તિઓ પર કાયમી અંકુશ લાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો