0%

બજરંગ ફાઉન્ડેશનની ટીમે સફાઈ કામદારોનું સન્માન કરી દિવાળીની ઉજવણી કરી

બજરંગ ફાઉન્ડેશનની ટીમે સફાઈ કામદારોનું સન્માન કરી દિવાળીની ઉજવણી કરી

 

પ્રતિનિધિ દિયોદર | ફોટો છે.  અહેવાલ કલ્પેશ બારોટ

 

દિવાળીના પાવન પર્વ નિમિત્તે દિયોદર ખાતે કાર્યરત બજરંગ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ફાઉન્ડેશનના રાજુભાઈ માળી અને તેમની ટીમ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ સફાઈ કામદારોને મીઠાઈનું વિતરણ કરી દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે ફાઉન્ડેશનના રાજુભાઈ માળીએ જણાવ્યું હતું કે, સમગ્ર વર્ષ દરમિયાન શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં સફાઈ કામદારોનો ખૂબ જ મોટો ફાળો છે. દિવસ-રાત મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખતા આ કર્મચારીઓ સાચા સન્માનના હકદાર છે. સમાજમાં આવા સેવાકર્મીઓને હંમેશા યોગ્ય માન-સન્માન અને પ્રોત્સાહન મળવું જોઈએ.

 

આ ઉમદા વિચાર સાથે બજરંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દિવાળીના પવિત્ર દિવસે સફાઈ કામદારોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ફાઉન્ડેશનની આ માનવતાભરી પહેલની સરાહના કરવામાં આવી રહી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો