0%

ડાંગ જિલ્લાના વનરક્ષક–વનપાલ કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત: ચાર મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારાઈ..

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્યના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અને માંગણીઓના નિરાકરણ માટે ચલાવવામાં આવી રહેલા રાજ્યવ્યાપી આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે. કર્મચારીઓ દ્વારા પોતાના હક્ક અને ન્યાય માટે લોકશાહી તથા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવ્યું હતું. આ કર્મચારીઓની એકતા, સંગઠનશક્તિ અને સતત સંઘર્ષના પરિણામે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવતાં વનકર્મીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સરકારશ્રી દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અનુસાર, ફિક્સ પગારના વનરક્ષક–વનપાલ કર્મચારીઓને માસિક રૂ. 3,500, નિયમિત વનરક્ષકને માસિક રૂ. 4,000 અને નિયમિત વનપાલને માસિક રૂ. 5,000 જોખમ ભથ્થું (રિસ્ક એલાઉન્સ) આપવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન મળતી તમામ પ્રકારની રજાઓનો રજા પગાર બેઝિક પગાર વત્તા ડી.એ. (DA) મુજબ ચૂકવવામાં આવશે તેમજ લાંબા સમયથી જિલ્લાફેર બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે રાહતરૂપ નિર્ણય લેતાં નવેમ્બર મહિનાના અંત સુધીમાં જિલ્લાફેર બદલીઓ પૂર્ણ કરવામાં આવશે. વનપાલની સીધી ભરતી રદ કરવાની માંગણીના વિકલ્પરૂપે પ્રમોશન માટેનો રેશિયો વધારવાનો અને વનપાલ તથા આર.એફ.ઓ. (RFO) નું મહેકમ વધારી તમામ મહેકમ ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જોકે વનરક્ષક–વનપાલ કર્મચારીઓની ગ્રેડ પે વધારવાની માંગણી હાલ સરકાર દ્વારા અસ્વીકૃત રહી છે.આ આંદોલન દરમિયાન ગુજરાત રાજ્યના વનરક્ષક–વનપાલ કર્મચારીઓએ અભૂતપૂર્વ એકતા અને સંગઠનશક્તિનું પ્રદર્શન કર્યું હતું, જેને સફળ બનાવવા માટે તમામ કર્મચારીઓ, યુનિયનના હોદ્દેદારો, કર્મચારી સંગઠનો તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર સૌનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ડાંગ જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળ, આહવા દ્વારા તમામ કર્મચારીઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ, સરકારશ્રીના હકારાત્મક અભિગમ બદલ આભાર વ્યક્ત કરી બાકી રહેલી ગ્રેડ પેની માંગણી અંગે ભવિષ્યમાં પણ યોગ્ય રજૂઆત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આંદોલન પૂર્ણ થતાં તમામ કર્મચારીઓ પોતાની ફરજ પર પુનઃહાજર થઈને જંગલ, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણની કામગીરીમાં જોડાઈ ગયા છે, કારણ કે આ સફળતા માત્ર કેટલીક માંગણીઓની સ્વીકૃતિ નથી, પરંતુ વનકર્મીઓની એકતા, સંગઠનશક્તિ અને સંઘર્ષનું જીવંત પ્રતીક છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો