વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવાયાત્રા નિમિત્તે રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઉનાઈ માતાજીના પવિત્ર ધામેથી ‘ઉનાઈથી વડનગર સેવાયાત્રા’ બાઈક રેલીનો પ્રારંભ થયો હતો. કૃષિમંત્રી જીતુભાઈ વાધાણી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉનાઈથી નીકળેલી યાત્રા તાપી, સુરત, નર્મદા, વડોદરા અને અમદાવાદ થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. યાત્રા દરમિયાન સફાઈ અભિયાન, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ તેમજ પવિત્ર નદીઓના જળનું કળશમાં સંગ્રહ કરવામાં આવશે.
મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે ઉનાઈ માતાજી મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. 5.50 કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર કરી છે. 17 સપ્ટેમ્બરે વડનગર ખાતે મહાઆરતી અને જલાભિષેકનું આયોજન કરાયું છે.








