જામનગર શહેરમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે મનપાની મિલકતવેરા શાખા

જામનગર શહેરમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે મનપાની મિલકતવેરા શાખા એક્શનમાં

૨૦ મિલકતોની સ્થળ તપાસમાં ૭ મિલકતો સીલ, બે પાસેથી રૂ.૩.૭૩ લાખની સ્થળ પર વસૂલાત; ૧૧ મિલકતધારકોએ રૂ.૨૮.૩૪ લાખના ડેટેડ ચેક આપ્યા

જામનગર
(નયના દવે દ્વારા)

જામનગર તા ૧૨: જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે હવે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તા.૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીનો મિલકતવેરો બાકી હોવા છતાં વોરંટ તથા અનુસૂચીની બજવણી બાદ પણ વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે તા.૧૧ સપ્ટેમ્બરે એકસાથે ૨૦ મિલકતોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સાત મિલકતોને સીલ કરી રૂ.૧૩.૫૦ લાખની બાકી રકમ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત બે મિલકતધારકો પાસેથી સ્થળ પર જ કુલ રૂ.૩.૭૩ લાખની બાકી રકમ વસૂલવામાં આવી હતી. જ્યારે અન્ય ૧૧ મિલકતધારકો પાસેથી કુલ રૂ.૨૮.૩૪ લાખના ડેટેડ ચેક મેળવી લેવામાં આવ્યા હતા. આમ, એક જ દિવસની કામગીરીમાં સીલિંગ ઉપરાંત સ્થળ પરની વસૂલાત અને ચેક મારફતે મળીને કુલ રૂ.૪૫.૫૫ લાખની બાકી રકમને આવરી લેવામાં આવી છે.
મનપા દ્વારા આગામી દિવસોમાં પણ બાકી મિલકતવેરા સામે વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે અને મિલકતધારકોને બાકી વેરો તાત્કાલિક ભરપાઈ કરી કાર્યવાહીથી બચવા અપીલ કરવામાં આવી છે. કામગીરી કમિશનરની સૂચના તથા આસીસ્ટન્ટ કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ મિલકતવેરા શાખાના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો