બાલાસિનોર ટાઉન પો.સ્ટે. પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

રીપોર્ટ આસીફ લુણાવાડા 

બાલાસિનોર ટાઉન પો.સ્ટે. પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક કમલેશ વસાવા નાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સુચન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.હે.કો. ભવદિપસિંહ પુષ્પતસિંહ તથા આ.હે.કો. દિનેશભાઇ ભલાભાઇ નાઓને સંયુકત બાતમી મળેલ કે બાલાસિનોર ટાઉન પો.સ્ટે પ્રોહિ.ગુ.ર.નં. ૦૨૬૦/૨૦૨૬ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ), ૮૧,૧૧૬બી મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી- બાલુભાઇ ઉર્ફે જયેશભાઇ અર્જુનભાઇ રાઠોડ રહે. માલઇટાડી તાબે ભીલીયા તા.કપડવંજ જી-ખેડા નાઓ બાલાસીનોર બસ સ્ટેશન ઉભો છે તેવી ચોક્કસ માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત ગુન્હાનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો