આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં હિન્દી દિવસની ઉજવણી કરાઈ..

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હિન્દી વિભાગના ઉપક્રમે આચાર્ય ડો. દિનેશકુમાર ચારણના માર્ગ દર્શનથી ૧૪/૦૬ ૨૦૨૬ ના રોજ “હિન્દી દિવસ”ની ઉજવણી કરવામાં આવી. સેમ-૧ ની વિધાર્થીની થરેચા મધુબેન રમેશજી એ પ્રાર્થના ગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરેલ.,NCC કેડેટના વિધાર્થી ભાઈ-બહેનો કાર્યક્રમમાં જોડાયેલ.ડો.દિનેશકુમાર ચારણે હિન્દી દિવસ પર હિન્દી ભાષાનો ઉદ્દભવ, વિકાસ અને હિન્દી ભાષાના વ્યાપ પર ચર્ચા કરેલ. હિન્દી વિભાગ અધ્યક્ષ અને NCC ના ડો.ગોવિંદભાઈ મુંધવા એ હિન્દી ભાષાનો ઉપયોગ,અન્ય ભાષાઓ સાથેનો સંબંધ, હિન્દી ભાષાના સ્વરૂપ,હિન્દી રાષ્ટ્ર ભાષા અને રાજભાષા તફાવત પર ચર્ચા કરેલ.ડો. રામજીભાઈ રોહિતે સંસ્કૃત અને હિન્દી ભાષાનોમાં બેટીનો સંબંધ પર ચર્ચા કરેલ અને દરેક વિધાર્થીઓ ને સૂચન કરેલ કે આપણે આપણી રાષ્ટ્ર ભાષા પ્રત્યે પ્રેમ અને માન – સન્માન જાળવવું જોઈએ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530










