MORBI:મોરબીમાં મચ્છુ-૨ ડેમ ૭૦ ટકા ભરાયો: તંત્ર દ્વારા ‘હાઈ એલર્ટ’ જાહેર, નીચાણવાળા ૩૨ ગામોને સાવચેત રહેવા તાકીદ

MORBI:મોરબીમાં મચ્છુ-૨ ડેમ ૭૦ ટકા ભરાયો: તંત્ર દ્વારા ‘હાઈ એલર્ટ’ જાહેર, નીચાણવાળા ૩૨ ગામોને સાવચેત રહેવા તાકીદ

મોરબી:ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોરબી તાલુકાના જોધપર ગામ નજીક આવેલી મહત્વપૂર્ણ મચ્છુ-૨ સિંચાઈ યોજનામાં મોટા પ્રમાણમાં પાણીની નવી આવક નોંધાઈ છે. સતત પાણીની આવક થતાં આ ડેમ તેની કુલ સંગ્રહશક્તિના ૭૦ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. ડેમની સપાટીમાં ઝડપી વધારો થતાં સાઈટના સેક્શન ઓફિસર બી. સી. પનારા દ્વારા ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે સત્તાવાર રીતે ડેમ માટે ‘હાઈ એલર્ટ’ મેસેજ જારી કરવામાં આવ્યો છે.

ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મોરબી અને માળિયા તાલુકાના કુલ ૩૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે:

મોરબી તાલુકાના ૨૨ ગામો: જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી તેમજ વજેપર.

માળિયા તાલુકાના ૧૦ ગામો: વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા મીંયાણા અને રાસંગપર.

તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને નદીના પટમાં ન જવા કે અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારના લોકોને પોતાના ઢોર-ઢાંકર અને માલ-મિલકતને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે વહીવટી તંત્રને પણ સજ્જ કરી દેવાયું છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો