વઢવાણથી અંબાજી પદયાત્રાનો પ્રારંભ: રૂ. 5.25 લાખના હાઇટેક રથ સાથે સંઘ રવાના

તા.15/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર: ભાદરવી પૂનમના પવિત્ર અવસરે માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ધામ અંબાજી તરફ પ્રયાણ કરે છે. આ પરંપરા અને ભક્તિભાવને જાળવી રાખીને, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેર ખાતેથી આ વર્ષે પણ જય અંબે પગપાળા સંઘ ભક્તિમય વાતાવરણ વચ્ચે અંબાજી જવા રવાના થયો છે. હાઇટેક રથ અને આયોજનની મુખ્ય વિગતો જેમાં આ વર્ષે સંઘમાં 300થી વધુ પદયાત્રીઓ ઉત્સાહભેર જોડાયા છે,

જેઓ બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે આગળ વધી રહ્યા છે. અને લાલુભા ડોડિયાની આગેવાની હેઠળ રૂ. 5.25 લાખના ખર્ચે અદ્યતન અને હાઇટેક સુવિધાઓથી સજ્જ મા અંબાનો ભવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો છે, જે સમગ્ર યાત્રા દરમિયાન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પદયાત્રા દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આયોજકો દ્વારા માર્ગમાં રોકાણ, વિશ્રામ, ચા- નાસ્તો અને પૌષ્ટિક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાનો મહિમા અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસે માં અંબાના દરબારમાં ધજા ચઢાવીને દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. વઢવાણથી નીકળેલા આ પદયાત્રીઓ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ ભાવ સાથે ચાલીને અંબાજી પહોંચશે અને મા અંબાના ચરણોમાં ધજા અર્પણ કરી ધન્યતા અનુભવશે. સમગ્ર વઢવાણ પંથકમાં આ પદયાત્રાના પ્રસ્થાનથી ધાર્મિક અને ઉત્સાહવર્ધક માહોલ સર્જાયો છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો