અમદાવાદની ધ્રિયા અક્ષિત રાયચાએ આર્ટિસ્ટિક સ્કેટિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો* અમદાવાદ,

*અમદાવાદની ધ્રિયા અક્ષિત રાયચાએ આર્ટિસ્ટિક સ્કેટિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો*

અમદાવાદ,

ઝેનીથ હેલ્થકેર લીમીટેડ ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર , મહેન્દ્રભાઈ રાયચા અને નીલા રાયચાની પૌત્રી…અને અક્ષિત મહેન્દ્રભાઈ રાયચા અને શ્રીમતી જલ્પા અક્ષીત રાયચાની પુત્રી.. *કુમારી ધ્રિયા અક્ષિત રાયચાએ* ‘આર્ટિસ્ટિક સ્કેટિંગ ઓપન નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૬’માં *ફિગર સ્કેટિંગ (વય જૂથ: ૮-૧૦ વર્ષ)* સ્પર્ધામાં *ગોલ્ડ મેડલ* જીત્યો છે.

આ ચેમ્પિયનશિપ ‘રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ દ્વારા *૫ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬* દરમિયાન *ત્રિશૂર, કેરળ* ખાતે યોજવામાં આવી હતી.

ધ્રિયાએ અસાધારણ કૌશલ્ય, લાલિત્ય અને કલાત્મક અભિવ્યક્તિનું પ્રદર્શન કરીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને દેશભરમાંથી આવેલા સ્પર્ધકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ધ્રીયાની સઘન તાલીમ તેમના કોચ શ્રીમતી જ્યુતિકા દેસાઈના માર્ગદર્શન હેઠળ ફિગર સ્કેટિંગની લઈ રહી છે અને આ નોંધપાત્ર સિદ્ધિ દ્વારા તેણે ગુજરાત અને અમદાવાદનું ગૌરવ વધાર્યું છે.

તેના પરિવાર, કોચ અને શુભેચ્છકોએ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યની આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે સફળતાની શુભેચ્છાઓ આપી છે.

 

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો