અરવલ્લી: શામળાજીના ઓડ ગામે તળાવમાં ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: શામળાજીના ઓડ ગામે તળાવમાં ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત

ભેંસ ચરાવવા ગયેલા બાળક સાથે દુર્ઘટના, મોડાસા ફાયર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ઓડ ગામે તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના બાળકનું મોત નીપજતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે 12 વર્ષનો બાળક ભેંસ ચરાવવા ગયો હતો. દરમિયાન કોઈ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં વહેલી સવારે મોડાસા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.મોડાસા ફાયર ટીમે ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને આગળની કાર્યવાહી માટે સંબંધિત તંત્રને સોંપવામાં આવ્યો હતો.આ દુઃખદ ઘટનાને પગલે ઓડ ગામમાં શોકનો માહોલ છવાયો છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો