પાલનપુર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

1 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો.જિલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન કરાયું તથા રાષ્ટ્રીય એકતા અંગેના સામૂહિક શપથ લેવાયા.અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાની ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ હતી. રાજ્યના પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખશ્રી, પ્રભારી સચિવ શ્રીમતી પ્રવિણા ડી.કે., જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી સહિતના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ત્યાગ અને રાષ્ટ્રનિર્માણના અપ્રતિમ યોગદાનનું ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨થી વધુ દેશી રજવાડાંઓનું એકીકરણ કરીને ભારતને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપ્યું હતું, જેમના આદર્શો અને વિચારો આજે પણ દેશના પ્રત્યેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદહસ્તે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ, સમાજસેવા, રમતગમત તેમજ વહીવટી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી જિલ્લાનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી નાગરિકોનું જાહેર સન્માન કરી પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તબક્કે ઉપસ્થિત સૌ નાગરિકોએ દેશની આંતરિક સુરક્ષા, અખંડિતતા અને પરસ્પર સદ્ભાવના જાળવી રાખવા માટેના સામૂહિક ‘રાષ્ટ્રીય એકતા શપથ’ ગ્રહણ કર્યા હતા. કેવડિયા-એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશ્વપ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પરિસરમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) વિશાળ એલઈડી સ્ક્રીન મારફતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નગરજનોએ નિહાળ્યું હતું. સમગ્ર ટાઉનહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો અને ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રભાવનાનો નવો સંચાર જોવા મળ્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગામેગામ પહોંચાડવાના સંકલ્પ સાથે સમારોહનું સફળ સમાપન થયું હતું.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો