થરાદ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરાયું

1 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘એકતા દોડ’નું આયોજન કરાયું.અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તેમજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થરાદ મુકામે ભવ્ય ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને આયોજિત આ એકતા દોડ ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ (રેફરલ ત્રણ રસ્તા)થી શરૂ થઈને NH સર્વિસ રોડ અને આઈકોનિક રોડ મારફતે પોલીસ ગરબા ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. દોડના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોએ દેશની અખંડિતતા અને સુરક્ષા માટે સામૂહિક ‘એકતા શપથ’ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આજના રાષ્ટ્રીય એકતા દિવસે આ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાભરના લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી શરૂ કરીને પોલીસ ગ્રાઉન્ડ સુધીની અંદાજે દોઢ કિલોમીટરની આ દોડ સૌ ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક સફળ બનાવી છે. આજના રાષ્ટ્રીય એકતા દિવસે દેશના પ્રત્યેક નાગરિક સુધી એકતાનો સંદેશ પહોંચે, રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને દરેક નાગરિક ભારત માતાની સેવામાં સમર્પિત બને તે જ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે સરદાર સાહેબના જન્મદિન પ્રસંગે તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા વહીવટી તંત્ર,
જનપ્રતિનિધિઓ અને નગરજનોના સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી એમ. જે. દવેએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશને જે એકતાના તાંતણે બાંધ્યો છે, તે મૂલ્યોને આજના યુવાનો સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ માધ્યમ છે. ‘રન ફોર યુનિટી’ માત્ર એક દોડ નથી પરંતુ પરસ્પર ભાઈચારો, સંગઠન શક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ છે. તેમણે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થઈ તેને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ નગરજનો અને વહીવટી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી અર્જુનસિંહ વાઘેલા, પ્રભારી સચિવ શ્રી પી. ભારથી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેકટર શ્રી તુષાર જાની સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પોલીસ જવાનો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો