અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: મોડાસાના અમલાઈ કંપા નજીક ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સ ભરેલા ટ્રકમાં આગ, માલસામાન બળીને ખાખ

રાત્રે 1:50 વાગ્યે આગ લાગતાં દોડધામ, મોડાસા ફાયર ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક અમલાઈ કંપા પાસે ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સ ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, તારીખ 31 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 1:50 વાગ્યાના અરસામાં અમલાઈ કંપા નજીક ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સ ભરેલા ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતાં મોડાસા ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.ફાયર ટીમની સમયસરની કામગીરીને પગલે આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવી નથી.







