અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની માસિક સમીક્ષા બેઠક યોજાઈ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની માસિક સમીક્ષા બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહેસૂલી અધિકારી ઓની ઓગષ્ટ-૨૦૨૬ અંતર્ગત માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી મહેસૂલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન BSNL ટાવર માટે જમીન ફાળવણી, નિસુરા, મેઘરજ, માલપુર અને સાઠંબા ખાતે હેલીપેડ માટેની જમીન, NH-168G સહિત વિવિધ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન તથા LARR-2013 હેઠળની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિચરતી-વિમુક્ત જાતિઓના રહેણાક/પ્લોટ ફાળવણીની બાકી અરજીઓ, CM Dashboard, સુગમ તથા ડિજિટલ ગુજરાતની કામગીરી, વાહન નિકાલ અને વાહન ખરીદી, સ્ટેમ્પ ડ્યુટીની કામગીરી, R.O. ડાયરી હેઠળના દબાણના કેસો તેમજ બંદ પડેલી લીઝ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે Agri Stack અંતર્ગત ખેડૂતોની નોંધણીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં મહેસૂલી કામગીરીમાં સમયબદ્ધતા જળવાય, બાકી અરજીઓનો નિયમોનુસાર ઝડપી નિકાલ થાય અને વિવિધ સરકારી સેવાઓના અમલીકરણમાં અસરકારક સંકલન જળવાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો