MORBI મોરબી જિલ્લામાં તા.૧૭ના વિવિધ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી, વાંકાનેર, ટંકારા, સરવડ, હળવદમાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાનારા કેમ્પમાં લોકોને રક્તદાન કરવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોઘ
માહિતી મોરબી: ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬- દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત ૨૫ વર્ષના સફળ સેવાકાર્યો તેમજ ‘વિકસિત ભારત ૨૦૪૭’ની ભવ્ય સંકલ્પના અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત આવતી કાલે તા.૧૭.૯.૨૬ ના રોજ દરેક તાલુકામાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.
આ રક્તદાન કેમ્પ ૧.સિવિલ હોસ્પિટલમાં, બ્લડ બેંક મોરબી,સવાર ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી. ૨.સરકારી હોસ્પિટલ, વાંકાનેર ખાતે સવારે ૯ વાગ્યાથી ૩.. સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ટંકારા સવારે ૯ વાગ્યા થી તેમજ પ્રા.આ. કેન્દ્ર સરવડ ખાતે સવારે ૯ વાગ્યાથી ૫. સરકારી હોસ્પિટલ હળવદમાં બપોરે 3 વાગ્યાથી યોજાશે
આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પવન કુમાર શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવયો છે.









