છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનનું બે દિવસીય ભવ્ય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશભરમાંથી મેમણ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતમાંથી 500 થી વધુ મેમણ સમાજના લોકો હાજર રહ્યા હતા.

આ અધિવેશનમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત પ્રમુખ હાજી ઇકબાલ ઓફિસર સાથે વિદેશ થી લઈ સમગ્ર દેશ માંથી આવેલ મેમણ સમાજ ના ઝોનલ, પ્રમુખ સાથે સદસ્યો છત્તીસગઢના ખાસ હાજરી આપી હતી. તેમણે મેમણ સમાજ દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાઓની મુક્ત મને પ્રશંસા કરી હતી. ખાસ કરીને સમાજના બાળકોના એજ્યુકેશન, સ્કીલ ડેવલપમેન્ટ અને વેપાર ક્ષેત્રે મેમણ સમાજના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેમણ સમાજ હંમેશા દેશના વિકાસમાં અગ્રેસર રહ્યો છે.મહિલા ઓને આગણ લાવવા સાથે ગરીબ પરિવાર તેના બાળક ના શિક્ષણ ની ચિંતા કરી હતી સ્કૂલ કોલેજ અન્ય મહત્વ પ્રોજેક્ટ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી.આ બે દિવસીય અધિવેશન દરમિયાન સમાજના વિકાસને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ફેડરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજના નબળા વર્ગના લોકોને પગભર કરવા માટે ફેડરેશન સતત કાર્યરત છે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, મેડિકલ કોલેજમાં એડમિશનમાં માર્ગદર્શન, તેમજ સમાજની દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ, રોજગારલક્ષી તાલીમ અને બિઝનેસમાં આગળ વધવા માટે પણ ફેડરેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સમાજના જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ, આરોગ્ય લક્ષી સહાય અને દીકરીઓના લગ્ન પ્રસંગે સહયોગ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે.ગુજરાતમાંથી ગયેલા પ્રતિનિધિઓએ પણ આ અધિવેશનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સમાજને વધુ મજબૂત બનાવવા માટે એકતાનો સંદેશ આપ્યો હતો. આ અધિવેશન થકી દેશભરના મેમણ સમાજના લોકો એક મંચ પર ભેગા થયા હતા અને સામાજિક એકતા વધુ મજબૂત બની હતી.











